
કોઈ પણ પ્રકારની પારકી પંચાતમાં પડશો નહીં.
- જે સમયે જે પરિસ્થિતિ સર્જાય તેમા શાંત રહો.
- ગમે તેવા કડવા ઘુંટડાને ગળી જસો.
- વધુ પડતી ચિંતા કરીને જીવ બાળશો નહિ.
- કોઈની પણ ઇર્ષા કરશો નહીં.
- પોતાની પ્રસિધ્ધીની અપેક્ષા રાખશો નહિ.
- જગતને સુધારવાના બદલે 'જાત'ને સુધારો
- સહન કરતા શીખો અને સારા પુસ્તકોનું વાંચન કરો.
- હકની અપેક્ષા વગર ફરજ ચુકશો નહી.
- પ્રભુ ભક્તી-ધ્યાન-જાપ- દેવદર્શનમા પ્રવૃત રહો.
- મનને નવરૂ પડવા દેશો નહીં.
- સતત સેવાકાર્યમાં અગ્રેસર બની રહો.
- કોઈની પણ નકલ અને દેખાદેખીથી સોગજ દુર રહેવું.
- પ્રભુએ તમોને 'સારુ મન' સ્વસ્થ તન અને પ્રર્યાપ્ત ધન આપેલ હોય તો પ્રભુને ગમે તેવા કાર્યો કરી દુઃખીજનોના આંસુ લુંછશો.
- હરસુખભાઈ વેદલીયા