Home / Religion : Mind is the one who contemplates, contemplates, and seeks truth.

Dharmlok / મન એટલે મનન ચિંતન અને સત્યની શોધ કરનાર

Dharmlok / મન એટલે મનન ચિંતન અને સત્યની શોધ કરનાર

મન એટલે મનન ચિંતન કરનાર, વિચાર અને નિર્ણય કરનાર અને અંતરમાં ઊંડા ઉતરીને અંતરાત્માના સત્યની શોધ કરનાર, આમ મન એટલે અંતકરણની સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ. આથી શ્રવણ કરેલા વિચારનું પુન: પુન: ચિંતન કરી તેમાંથી સત્યનો અર્ક કાઢનાર. આમ જે કેવળ શ્રધ્ધાથી, વિશ્વાસથી માનીને જે કાઇપણ માની લીધું હોય તેવો કોઈ પણ વિચારને સત્ય સ્વરૂપ બનાવવા માટે જ આત્મ ધ્યાન દ્વારા ચિતન મનન અને નિદિ ધ્યાસન કરવું જરૂરી છે, આમ કોઈ પણ સાંભળેલી, માનેલીવાત કે વિચાર તે જ્ઞાાન નથી, માટે તેમાંથી અર્ક કાઢવા અને તેમાંથી સત્ય શોધવા માટે ચિંતન મનન અને નિદિ ધ્યાસન જરૂરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજની કથાઓ દ્વારા કે સત્સંગો દ્વારા સાંભળેલી, કોઈએ કહેલી વાત વિચાર તે જ્ઞાાન નથી, તે માત્રને માત્ર માહિતી જ છે, અને આવી માહિતી જીવનનું ઊર્ધ્વીકરણ કરેજ નહીં, તેજ રીતે શાસ્ત્રોમાં પણ જ્ઞાાન નથી, પણ માહિતી જ છે, તેનાથી એક પ્રકારે બુધ્ધીની દ્રઢતા થાય, પણ તેનાથી જ્ઞાાન ઉપલબ્ધ થાય જ નહિ, આમ કોઈ વિષયને ગ્રહણ કરીએ છીએ અને જ્યારે તેના વિષે અંતકરણ વિચાર કરે છે, ત્યારે તેની જે સંજ્ઞાાતે મન છે, આમ મનનશીલ હોય તેં માનવ,

આમ મન એટલે આત્મ ધ્યાન દ્વારા ચિંતન કરનાર મનન કરી સાંભળેલો કે માનેલો વિચારમાંથી સત્યનો નિર્ણય કરનાર અને આંતર સત્યની શોધ કરનાર મન એક પ્રવૃત્તિનો એક ભાગ આવું મન ઘણુખરું આપણાં પ્રાણને અને શરીરને વશ થઈને વર્તતું હોય છે. પણ મનનો વિશુધ્ધ ધર્મ તો સત્યની શોધ જ છે. તેઓ તો આપણે ત્યાં વિરલા જ મનના આત્મ ધ્યાન દ્વારા આત્મ દમન, આત્મ સંયમ અને આત્મ શમનનું ગૌરવ જાળવીને આજથી બાહ્ય લોલુપ વૃત્તિઓના ધર્મના આક્રમણ વચ્ચે વધુને વધુ અંતરમાં ઉતરી ખેડાણ કરી સત્યની શોધ વિરલા જ કરતા હોય છે, આત્મ ધ્યાન યોગ દ્વારા જેનામાં આત્મ જ્ઞાાન જાગે, બોધિનો ઉદય થાય તેવા જીવ માટે આ સત્વ જાણે વજ્રની દ્રઢતા અને કમળની કોમળતા જેવું પરમ જ્ઞાાન અંતરમાંથી પાંગરે છે અને માણસ ધન્ય બની જાય, જ્ઞાાનના બે પ્રકાર છે જેમાં બાહ્ય અને આંતરિક બાહ્ય માત્ર માર્ગ દર્શન આપે અને આંતરિક જ્ઞાાનના માર્ગદર્શન નીચે જીવન તરી જઈએ આજ આત્મ ધ્યાનની સાધના દ્વારા મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, આ ઉદેશથી જ આગળ વધવાનું છે...

આપણાં મનના ત્રણ ભાગ પાડી શકાય એક આપણા સ્થૂળ શરીરમાં જ ગુંચવાયેલું અશુધ્ધ મન બીજું આત્મ ધ્યાન દ્વારા પ્રાણ સાથે એક થઈ ગયેલું સંશુધ્ધ, સંત્વસંશુદ્ધ અને સત્યસંશુધ્ધનિર્મળ નિગ્રન્થ અહંકાર રહિત મન અને ત્રીજું આ બંનેથી મુક્ત થયેલું પરમ શુધ્ધ નિર્મળ નિર્ગ્રંથ નિરાકાર અને વિચારોથી મુક્ત અમન જે જીવનની સર્વોચ્ચ સિધ્ધી છે, જ્ઞાાન અને સર્વજ્ઞાતા,આવી સર્વજ્ઞાતા આ જીવનમાં જ પ્રાપ્ત કરવા જ આપણે આ દુનિયામાં આવ્યા છીએ. એટલે આત્મ ધ્યાન યોગની આખી સાધનાનો પાયો મનની અચંચળતા પ્રાપ્ત કરવી, એ પહેલી આવશ્યકતા છે અને આધ્યાત્મિક ચેતનાને એક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના પ્રત્યેખુલ્લી કરવી એ જ આતર આત્મધ્યાન સાધનાનું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ.

આમ આત્મ ધ્યાન દ્વારા મનની અંદર સ્થિર સ્થાપિત શાંતિ, સુખ સ્થિરતા, અને નિશ્ચલ નીરવતા મેળવવાનું કાર્ય આત્મધ્યાન સાધનામાં સૌથી પહેલા કરવાનું હોય છે. એના વિના કદાચ આધ્યાત્મિક અનુભૂતિઓ થશે, પરંતુ કાયમનું કંઈપણ ટકશે નહીં, એટલે કયા ગયા તો ક્યાંય નહીં તેવો અનુભવ થશે, પરંતુ ધ્યાન દ્વારા એટલું સ્પષ્ટ જાણી જ લ્યો કે નીરવ નિર્મળ નિર્ગ્રંથ નીરહંકાર સંશુધ્ધ સત્વ સંશુધ્ધ મનની અંદરજ સાચી અને સત્ય સ્વરૂપ ચેતનાનું ઘડતર થાય છે.

- તત્વચિંતક વી. પટેલ

Related News

Icon