આજકાલ લોન લઈને વસ્તુ ખરીદી કરવી બહુ સામાન્ય વાત થઇ ગઈ છે. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક લોન લેવાની જરૂર પડે છે. ઘર ખરીદવા, વાહન ખરીદવા, લગ્ન કે મેડિકલ ઇમરજન્સી, અભ્યાસ માટે લોકો લોન લે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક કામ માટે અલગ-અલગ લોન શા માટે હોય છે? જેમ કે ઘર ખરીદવા માટે હોમ લોન, ગાડી ખરીદવા માટે વ્હીકલ લોન અને વ્યક્તિગત ખર્ચ માટે પર્સનલ લોન?
લોનના ઘણા પ્રકારો હોય છે, પરંતુ તેને સામાન્ય રીતે બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે: સિક્યોર્ડ લોન (Secured Loan) અને અનસિક્યોર્ડ લોન (Unsecured Loan). ચાલો, આ બંને કેટેગરી અને તેની હેઠળ મળતી લોન વિશે વિગતે જાણીએ.
અનસિક્યોર્ડ લોન
અનસિક્યોર્ડ લોન માટે તમારે કંઈ ગીરવે રાખવાની જરૂર નથી. બેંક તમારી આવક, ક્રેડિટ સ્કોર અને ચૂકવણી ક્ષમતાના આધારે લોન મંજૂર કરે છે. જોકે, આ લોન પર વ્યાજ દર વધુ હોય છે અને લોનની રકમ પણ મર્યાદિત હોઈ શકે છે. અનસિક્યોર્ડ કેટેગરી હેઠળ મળતી મુખ્ય લોન ણીછે પ્રમાણે છે.
1. પર્સનલ લોન
આ લોન કોઈપણ વ્યક્તિગત જરૂરિયાત માટે લઈ શકાય છે, જેમ કે લગ્ન, મુસાફરી, મેડિકલ ઇમરજન્સી કે ઘરનું રિપેર. આનો વ્યાજ દર સામાન્ય રીતે 8% થી 15% ની વચ્ચે હોય છે. લોનની અવધિ, રકમ અને વ્યાજ દર તમારા ક્રેડિટ સ્કોર અને માસિક આવક પર આધાર રાખે છે.

2. એજ્યુકેશન લોન
એજ્યુકેશન લોન ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચ માટે લેવામાં આવે છે, જેમ કે ટ્યૂશન ફી, રહેવાનો ખર્ચ વગેરે. આમાં મોરેટોરિયમ પીરિયડ જેવી સુવિધા હોય છે, જેમાં અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી હપ્તા ચૂકવવાની જરૂર નથી. આનો વ્યાજ દર સામાન્ય રીતે 8% થી 16% સુધી હોય છે.

3.ક્રેડિટ કાર્ડ લોન
જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, તો બેંક તમને પહેલેથી નક્કી કરેલી ક્રેડિટ લિમિટના આધારે લોન ઓફર કરી શકે છે. આનો વ્યાજ દર પર્સનલ લોન કરતાં વધુ હોઈ શકે છે અને કેટલાક કાર્ડ્સ પર તે વાર્ષિક 53% સુધી પણ પહોંચી શકે છે.

4.શોર્ટ ટર્મ બિઝનેસ લોન
આ લોન નાના વ્યવસાયોની રોજિંદી જરૂરિયાતો, જેમ કે વર્કિંગ કેપિટલ, વિસ્તરણ કે સાધનો ખરીદવા માટે આપવામાં આવે છે. આ ગેરંટી વિના મળે છે અને ઝડપથી ચૂકવણીની સુવિધા પણ હોય છે.
આ લોન નાના વ્યવસાયોની રોજિંદી જરૂરિયાતો, જેમ કે વર્કિંગ કેપિટલ, વિસ્તરણ કે સાધનો ખરીદવા માટે આપવામાં આવે છે. આ ગેરંટી વિના મળે છે અને ઝડપથી ચૂકવણીની સુવિધા પણ હોય છે.
5.ફ્લેક્સી લોન
ફ્લેક્સી લોનમાં બેંક ચોક્કસ લિમિટ સુધી ઓવરડ્રાફ્ટ સુવિધા આપે છે. પરંતુ, વ્યાજ ફક્ત તે રકમ પર લાગે છે જેનો તમે ખરેખર ઉપયોગ કરો છો, નહીં કે સંપૂર્ણ સ્વીકૃત રકમ પર. ઉદાહરણ તરીકે, જો 50,000 રૂપિયાનું ઓવરડ્રાફ્ટ હોય અને તમે ફક્ત 10,000 રૂપિયાનો ઉપયોગ કરો, તો તમારે ફક્ત 10,000 રૂપિયા પર જ વ્યાજ ચૂકવવું પડશે.

સિક્યોર્ડ લોન
જેમ કે નામ સૂચવે છે, સિક્યોર્ડ લોન એટલે સુરક્ષિત દેવું. આમાં લોનના બદલે તમારે કોઈ મૂલ્યવાન વસ્તુ બેંક પાસે ગીરવે રાખવી પડે છે. જો કોઈ વ્યક્તિ દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બેંક તે વસ્તુ વેચીને પોતાનું દેવું વસૂલી શકે છે.
સિક્યોર્ડ લોનમાં બેંક વધુ રકમની લોન આપે છે, તે પણ લાંબા સમયગાળા માટે અને પ્રમાણમાં ઓછા વ્યાજ દરે. ચાલો, તેની હેઠળ મળતી મુખ્ય લોન વિશે જાણીએ:
-
હોમ લોન
હોમ લોન દ્વારા તમે ઘર કે પ્લોટ જેવી સંપત્તિ ખરીદી શકો છો, જે પોતે જ લોનની ગેરંટી હોય છે. આની અવધિ સામાન્ય રીતે 15 થી 30 વર્ષની હોય છે. આમાં વ્યાજ દર 8% થી 15% સુધી હોઈ શકે છે. આમાં ફ્લોટિંગ રેટની સુવિધા પણ મળે છે, એટલે કે જો RBI રેપો રેટ ઘટાડે કે વધારે, તો તમારો વ્યાજ દર પણ તે મુજબ ઘટે કે વધે. -
વ્હીકલ લોન
આ લોન ગાડી ખરીદવા માટે મળે છે. તેનાથી તમે કાર, બાઇક કે કોમર્શિયલ વાહનો ખરીદી શકો છો. બેંક ગાડીની એક્સ-શોરૂમ કિંમતના 85% સુધી લોન આપે છે. વ્યાજ દર અને અવધિ તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. આમાં ગાડી જ લોનની ગેરંટી હોય છે. -
ગોલ્ડ લોન
આમાં તમે તમારા સોનાના દાગીના ગીરવે રાખીને લોન લઈ શકો છો. આ સામાન્ય રીતે નાના કામ માટે હોય છે અને ટૂંકા સમયગાળા માટે આપવામાં આવે છે. આનો વ્યાજ દર 8% થી 18% વાર્ષિક હોઈ શકે છે. આ સૌથી સિક્યોર્ડ લોન ગણાય છે, કારણ કે ડિફોલ્ટની સ્થિતિમાં બેંક સોનું વેચીને સરળતાથી પોતાનું દેવું વસૂલી શકે છે. -
લોન અગેન્સ્ટ સિક્યોરિટી
તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર્સ, બીમા પોલિસી જેવા નાણાકીય રોકાણોને ગીરવે રાખીને પણ લોન લઈ શકો છો. બેંક ડેટ ફંડ્સની નેટ એસેટ વેલ્યુ (NAV)ના 85% સુધી અને ઇક્વિટી શેર્સના 65% સુધી લોન ઓફર કરે છે. -
લોન અગેન્સ્ટ પ્રોપર્ટી (LAP)
જો તમારી પાસે કોઈ સંપત્તિ હોય, તો તેના બદલે તમે LAP લઈ શકો છો. આ લોનનો ઉપયોગ કોઈપણ વ્યક્તિગત કે વ્યાવસાયિક જરૂરિયાત માટે થઈ શકે છે. વ્યાજ દર સામાન્ય રીતે 8.40% થી 12.50% સુધી હોય છે.