કડી વિધાનસભા પેટાચૂંટણીની મત ગણતરી મહેસાણા સ્થિત મેવડ ગુજરાત પાવર એન્જીનીયરીંગ કોલેજ ખાતે રખાઈ હતી. મત ગણતરી કેન્દ્ર ઉપર ભાજપ સમર્થકોની ભારે ભીડ હતી. આ ભીડનો લાભ પાકિટ ચોરોએ ઉઠાવ્યો હતો. મત ગણતરી કેન્દ્રમાં ભાજપ નેતાઓના પાકિટ ચોરાયાના સમાચાર સામે આવ્યા છે. પાકિટની સાથે મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા પણ ચોરાઈ ગયા છે. ખિસ્સા કાતરુંઓએ ભીડનો લાભ લઇ પાકિટ અને રોકડની ચોરી કરી છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ અને નેતાઓના પાકિટ તેમજ મોબાઈલ ચોરાયા છે.