Home / Lifestyle / Beauty : home remedies for Beauty problems

Sahiyar: સૌંદર્ય સમસ્યા 

Sahiyar: સૌંદર્ય સમસ્યા 

સવાલ: હું ૨૦ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. તથા વાન ઘઉંવર્ણો છે. મને ચહેરા પર ખીલ થાય છે. ઉપરાંત તેના ડાઘા પડી જાય છે. ખીલને ફોડવાથી તેમાંથી પણ પરૂ નીકળે છે. હું મુલતાની માટી લગાડું છું, તે જાણશો. આ સમસ્યાથી છુટકારો અપાવવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉત્તર: તૈલીય ત્વચા ધરાવનારને ખીલની સમસ્યા સામાન્ય હોય છે. પ્રથમ તમે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવો. રોજિંદા આહારમાં સલાડ, મોસમી ફળ, પાંદડા યુક્ત ભાજીનું પ્રમાણ વધારો, ત્વચા પરથી વધારાનું તેલ દૂર કરવા અહીં જણાવેલ 'સ્કીન ટોનિક' નો ઉપયોગ કરો.

૧૦૦ ગ્રામ લીમડાને એક લિટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહે ત્યાં સુધી ઉકાળવું તેને ગાળી ઠંડુ કરો. અડધી ચમચી કપૂર તથા બે ટીપાં પિપરમિન્ટ તેલમાં ભેળવો. આ દ્રાવણને સ્વચ્છ શીશીમાં ભરી રેફ્રિજરેટરમાં રાખી મૂકો દિવસના વાંરવાર આ દ્રાવણથી ચહેરો લૂછવો આ એન્ટિસેપ્ટિક ટોનિક છે.

દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાની આદત પાડશો. કબજિયાત ન થાય તેની કાળજી લેશો. વાળમાં ખોડો છે, કે નહીં તેનો ઉલ્લેખ બન્ને પત્રમાં નથી ખોડો ચહેરા પર ખરે તો પણ ખીલ થાય છે. તેથી જો ખોડો હોય તો તેને દૂર કરશો.

સવાલ: હું ૨૦ વરસનો યુવક છું. મારી સમસ્યા એ છે કે મારી આંખો ફરતા કુંડાળા છે. તથા મારી એક એક ત્રાંસી છે. આંખોનો રંગ પીળાશ પડતો છે. હું દેખાવે તો સારો લાગું છું. પરંતુ ત્રાંસી આંખો 'રૂપાની થાળીમાં લોઢાનો મેખ જેવું થયું છે. આ ઉપરાંત નિતંબ તથા કમર પર ચરબીના થર જામી ગયા હોવાથી હું 'ઈનશર્ટ' કરવાથી પાછળનો ભાગ ખરાબ દેખાય છે. મારી સમસ્યાઓ દૂર કરવાના ઉપચાર જણાવશો. 

ઉત્તર: ૨૦ વરસની વયે આંખે કુંડાળા, આંખો નીચે પીળાશ પડતી તથા નિતંબ, કમર પર ચરબી જામવી એ સ્પષ્ટ કરી બતાવે છે, કે તમારી જીવનશૈલી વ્યવસ્થિત નથી. રોજિંદા આહારમાં પોષક તત્વોની ઉણપ દર્શાવે છે. આંખો ફરતે કુંડાળા ક્યા કારણોસર પડે છે તે જાણો અને તેમાંથી તમારામાંની ઉપણ શોધી કાઢો. અપૂરતી નિંદ્રા, માનસિક તાણ, અસમતોલ આહાર, ઓછું પાણી પીવાની આદત, અશક્તિ, આંખે ફરતા કુંડાળા તથા આંખોમાં પીળાશ એ સામાન્ય રીતો લોહીમાંના રક્તકણની ઉણપ દર્શાવે છે. તમારી ત્વચા આ સમસ્યા માટે તમે તબીબનો સંપર્ક કરો તે સલાહ ભરેલું છે. એ દરમિયાન તમે અહીં જણાવેલ ઉપચાર કરશો તો ફાયદાકારક નીવડશે.

બદામ તથા કોપરેલના તેલથી હળવે હાથે મસાજ કરવા. ૩૦ મિનિટ બાદ લૂછી નાખવું એક ચમચી બદામની પેસ્ટ, અડધી ચમચી સુખડ પાવડર, અડધી ચમચી ખમણેલું બટાકું દસ ટીપાં લીંબુંનો રસ તથા અડધી ચમચી તાજી મલાઈ ભેળવી પેસ્ટ આંખની નીચે આસપાસ લગાડવું બરાબર સૂકાઈ જાય બાદ હળવે હાથે ધોઈ નાખવું એકાંતરે કરવાથી અવશ્ય ફાયદો થશે.

નિતંબ તથા કમર પરની ચરબીના થર ઓછા કરવા નિયમિત વ્યાયામ કરવાની આદત રાખો. આટલી નાની વયે શરીર સ્થૂળ હોવું ન જોઈએ.

- જયવિકા આશર 

Related News

Icon