
Ahmedabad London Plane Crash : અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક ઘોડા કેમ્પ પાસે સ્ટુડન્ટ મેસ બિલ્ડીંગ અને હોસ્ટિલ બિલ્ડીંગ પાસે જે પ્લેન ક્રેશની ઘટના બની છે તે આમ તો હૃદય કંપાવનારી અને અત્યત કરૂણ છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ પ્લેન ક્રેશ થયુ ત્યાંથી સૌથી મોટી એવી 1200 બેડ હોસ્પિટલ માત્ર 500 મીટર જ દૂર હતી.જો થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી વધારે હોત.
અમદાવાદ એરપોર્ટથી બપોરે 1:38 વાગે એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયા બાદ જ થોડી જ મીનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની મેસ બિલ્ડીંગ અને પીજી રેસિડેન્ટ હોસ્ટેલ બિલ્ડીંગો પાસે પ્લેન ક્રેશ થયુ હતું. પ્લેન ક્રેશની આ ઘટના જ્યાં બની ત્યાં થોડે એટલે કે 500 મીટર દૂર જ અમદાવાદ સિવિલની સૌથી મોટી એવી 1200 બેડની હોસ્પિટલ હતી. અને આ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં દર્દીઓ, ડોક્ટરો,નર્સ સ્ટાફથી માંડી અન્ય સ્ટાફ હતો.
કદાચ પરિસ્થિતિને કાબુમાં લેવુ પણ અશક્ય થઈ જાત
જો પાંચથી દસ સેકન્ડનો ફેર પડયો હોત અને થોડે જ દૂર પ્લેન ક્રેશ થયુ હોત 1200 બેડ હોસ્પિટલ પર પણ પ્લેન પડી શકત. જો હોસ્પિટલ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થયુ હોત તો મુસાફરો ઉપરાંત અનેક મોટી સંખ્યામાં દર્દીઓ-સ્ટાફના મૃત્યુ થાત અને અનેક ગણા લોકો ઘાયલ થયા હોત.તો કદાચ પરિસ્થિતિને કાબુમાં લેવુ પણ અશક્ય થઈ જાત ઉપરાંત આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકો પણ હતા.
પ્લેન ક્રેશ 1200 બેડ હોસ્પિટલથી 500 મીટર દૂર
પરતુ સદનસીબે પ્લેન ક્રેશ 1200 બેડ હોસ્પિટલથી 500 મીટર દૂર થયુ હતુ. ઉપરાંત બપોરના સમયે જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે મેસ બિલ્ડીંગ અને હોસ્ટેલ બિલ્ડીંગોમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરો હતો.ઘટના બન્યાની થોડી જ મિનિટો પહેલા 1 વાગ્યાની આસપાસ સ્ટુડન્ટસ-રેસિડેન્ટ ડોક્ટરો હોસ્પિટલમાં ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત પ્લેન ક્રેશ થયુ ત્યાં આસપાસ ઘોડા કેમ્પ અને એસઆરપીએફનો ખુલ્લો વિસ્તાર પણ છે.