
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ભારે વિલંબથી મુસાફરો હેરાન પરેશાન થયા હતા.સવારે 11 કલાક અને 40 મિનિટે ઉડાન ભરવાની ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી.એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાઈટ બપોરે 3 વાગ્યે ઉપડશે..આ વિલંબને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી..આ પહેલા પણ લંડનની ફ્લાઈટમાં વિલંબની ઘટનાઓ સામે આવી છે.
ગઈકાલે અમદાવાદ- લંડનની ફ્લાઈટ થઈ હતી રદ
અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રદ કરી છે. આ ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઑફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો ઍરપોર્ટ પર અટવાયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 રદ કરવી પડી
મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક ઑફ થવાની હતી. પરંતુ ટેક ઑફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતાં તેને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.