આ દિવસોમાં દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ભારતમાં રમાઈ રહી છે. IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે અને ટૂંક સમયમાં ક્વોલિફિકેશનનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. IPL સહિત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં, મેચ સમાપ્ત થયા પછી, એક ખેલાડીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ફેન્સના મનમાં એક પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કે આખરે 'પ્લેયર ઓફ ધ મેચ' કોણ પસંદ કરે છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

