વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં 2 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યાં છે જ્યાં 30 હજારથી વધુ કાર્યકર્તા અને લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
https://twitter.com/BJP4Gujarat/status/1927227269245776095
PM મોદીના રોડ શો પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રિવ્યૂ કર્યું
https://twitter.com/ANI/status/1927221238453117136
PM મોદીએ સોમવારે કર્યા હતા 3 રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. સોમવારે વડાપ્રધાન મોદીએ વડોદરા, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો કર્યો હતો જ્યાં હજારો લોકો અને કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સાથે જ PM મોદીએ દાહોદ અને ભૂજમાં વિશાળ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ ભૂજ, દાહોદમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.