
2014માં જ્યારથી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની છે પાર્ટીએ એક પરંપરા બનાવી છે. 75 વર્ષના થવા પર ભાજપના નેતા સંન્યાસ લઇ લે છે. પાર્ટીના કેટલાક પૂર્વ સાંસદ, રાજ્યપાલને આ કારણે ના તો ટિકિટ મળી છે અને ના તો તેમનો કાર્યકાળ વધારવામાં આવયો છે. ભાજપના વૈચારિક સંગઠન RSSના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં આ વિચાર હેઠળ એક એવી ટિપ્પણી કરી જેને PM મોદીના રિટાયરમેન્ટ સાથે જોડવામાં આવી રહી છે.
મોહન ભાગવતે કહ્યું કે, '75 વર્ષનો અર્થ છે ઉંમર થઇ ગઇ.'સંયોગથી આ વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 75 વર્ષના થવાના છે.
RSS પ્રમુખ મોહન ભાગવતે શું કહ્યું?
RSSના પ્રમુખ મોહન ભાગવતે સૂચન આપ્યુ કે નેતાઓએ 75 વર્ષ પૂર્ણ થવા પર રિટાયર થઇ જવું જોઇએ. સંયોગથી ખુદ મોહન ભાગવત પણ 75 વર્ષના થવાના છે. 9 જુલાઇએ તેમણે નાગપુરમાં RSSના એક વિચારક સ્વર્ગીય મોરોપંત પિંગલેને સમર્પિત એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું, 'જ્યારે તમે 75 વર્ષના થઇ જાવ છો તેનો અર્થ છે કે હવે તમારે થોભી જવું જોઇએ અને બીજાને રસ્તો આપવો જોઇએ.'
મોહન ભાગવતે 'મોરોપંત પિંગલે: ધ આર્કિટેક્ટ ઓફ હિન્દૂ રિસર્જેસ' નામના પુસ્તકનું વિમોચન કરતા કહ્યું કે એક વખત પિંગલેએ કહ્યું હતું, '75 વર્ષના થયા બાદ જો તમને શાલ આપીને સમ્માનિત કરવામાં આવે છે તેનો અર્થ છે કે તમારે થોભી જવું જોઇએ, તમારી ઉંમર થઇ ગઇ છે; હટી જાવો અને બીજાને આગળ આવવા દો.'
'હમ તો ફકીર આદમી હૈ ઝોલા લેકે ચલ પડેગે'-PM મોદી
મોદી સરકારના નોટબંધીના નિર્ણયના લગભગ એક મહિના પછીની વાત છે. તે સમયે, વિપક્ષે પીએમ મોદી સામે મોરચો ખોલી દીધો હતો. નોટબંધીને કારણે ગરીબોને પડી રહેલી મુશ્કેલીઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન, 3 ડિસેમ્બર, 2016ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના મુરાદાબાદમાં 'પરિવર્તન રેલી' સંબોધવા પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશ 2017ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું હતું. નોટબંધીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ગણાવતા, પીએમ મોદીએ કહ્યું હતું "હમ તો ફકીર આદમી હૈં ઝોલા લેકે ચલ પડેંગે જી" કહીને તેમના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેઓ કહી રહ્યા હતા કે તેઓ રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને આ માટે તેઓ કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે, પરંતુ તેઓ ભ્રષ્ટાચારીઓને છોડવાના નથી.
RSSનો આ વાત તરફ તો ઇશારો નથી
RSSનું કામ નિર્દેશ કરવાનું છે 'આવા સમયે મોહન ભાગવત આ વાત પર ધ્યાન દોરી રહ્યા છે, તે રાજકીય જિજ્ઞાસાનો વિષય બની ગયો છે.RSSના વિચારકે કહ્યું, RSSનું કામ આ તરફ ધ્યાન દોરવાનું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમયાંતરે આ જવાબદારી નિભાવતું રહે છે." મતલબ કે, ક્યાંક ને ક્યાંક, સરસંઘચાલક પોતાના અને પીએમ મોદી બંને માટે આ તરફ ધ્યાન દોરી શકે છે.
અંતિમ નિર્ણય PM મોદી લેશે
સંઘમાંથી ભાજપમાં આવેલા એક સીનિયર પદાધિકારીએ કહ્યું કે, 'મોહન ભાગવતે તે જ કહ્યું છે જે સનાતન સંસ્કૃતિ છે.નરેન્દ્ર મોદી પણ એટલા જ પ્રામાણિક સ્વયંસેવક છે, જેટલા મોહન ભાગવત છે. હાં, ભાગવત અત્યારે સર સંઘચાલક છે અને મોદીજીએ તેમની વાતોનો આદેશ માન્યો તો તે પણ આમ કરી શકે છે. પીએમ મોદી ખુદ જ સક્ષમ છે અને તેમને લાગશે કે પદ છોડવાનો યોગ્ય સમય આવી ગયો છે તો તે ખુદ નિર્ણય લઇ લેશે, તેમને મોહન ભાગવતની સલાહની જરૂર નથી.'
75 વર્ષના થવા પર ભાજપના કેટલાક નેતા રિટાયર થયા
ભાજપે 75 વર્ષની ઉંમરમાં કેટલાક નેતા રિટાયર કર્યા છે. 2014 લોકસભા ચૂંટણી બાદ ભાજપે 75 વર્ષની ઉંમરના નેતાઓને રિટાયર કરવાનો ટ્રેડ શરૂ કર્યો હતો. પ્રથમ વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટમાં 75 વર્ષ કરતા વધુ ઉંમરના નેતાઓને જગ્યા આપી નહતી.
લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા. 2016માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું તો તે સમયે તેમની ઉંમર પણ 75 વર્ષ હતી. તે વર્ષે નજમા હેપતુલ્લાહે પણ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું જેમની ઉંમર 76 વર્ષ હતી.
2019 લોકસભા ચૂંટણી પહેલા ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોઇ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. આ પાર્ટીનો નિર્ણય છે. તે ચૂંટણીમાં સુમિત્રા મહાજન અને હુકુમદેવ નારાયણ યાદવ જેવા નેતાઓને ટિકિટ આપવામાં આવી નહતી.
આ રીતે 2024 લોકસભા ચૂંટણીમાં રાજેન્દ્ર અગ્રવાલ, સંતોષ ગંગવાર, સત્યદેવ પચૌરી, રીતા બહુગુણા જોશીની ટિકિટ 75 વર્ષની ઉંમર થતા કાપવામાં આવી હતી.
PM મોદી 75 વર્ષના થવા પર શું પદ છોડશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થવા જઇ રહ્યાં છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું, 'વડાપ્રધાન મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓને 75 વર્ષની ઉંમર બાદ રિટાયર થવા માટે મજબૂર કર્યા હતા. જોઇએ કે શું તે ખુદ પર આ નિયમ લાગુ કરે છે કે નહીં.' કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'માર્ગદર્શક મંડળને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી તે સિદ્ધાંતવિહીન છે, પરંતુ સંકેતો સ્પષ્ટ છે કે વર્તમાન સિસ્ટમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.'