
SABARkantha News: સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપાનો કાર્યકર ગાંજા સાથે ઝડપાયો છે. રાજકીય પક્ષ સાથે જોડાયેલો યુવાન ગાંજા સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના ઘરમાંથી 1 કિલો 500 ગ્રામથી વધુ ગાંજો ઝડપાતા રાજકીય હડકંપ મચ્યો છે.
જણાવી દઈએ કે હિંમતનગરમાં ભાજપનો કાર્યકર ભાવેશ જગદીશ ઓડ નામના વ્યક્તિની પોલીસે ગાંજા સાથે ધરપકડ કરી છે. આરોપી મૂળ છાપરીયા વિસ્તારના હિંમતનગરનો રહેવાસી છે. યુવકના ઘરેથી 1 કિલો 500 ગ્રામ ગાંજો ઝડપાયો હતો. આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા આક્ષેપ કરાયા છે. પોલીસે યુવકની 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.