
પોરબંદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક માલ વાહક જહાજ ડૂબી જતાં ભારે નુકસાની થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોરબંદરના ખારવા અગ્રણીનું વધુ એક માલ વાહક વહાણ સમુદ્રમાં ડૂબ્યું હતું. હયાન નામનું વહાણ મસકટથી સોમાલિયા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જહાજ ક્રેશ થયું હતું. વહાણમાં કિંમતી સમાન હોવાનું પણ સામે આવ્યું છે.
વહાણમાં કુલ 13 ક્રુ મેમ્બર સવાર હતા જો કે તે તમામનો આબાદ બચાવ થયો હતો. વહાણ હાલ કિનારા પર લાવવામાં આવ્યું અને સામાન બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વહાણ માલિક ભીખુ વેલજી લોઢારીનું આ ત્રીજું વહાણ હતું. અગાઉ પણ બે વહાણની જળ સમાધી થઈ છે. આ વહાણ ક્રેશ થતા 6 કરોડની નુકસાની થઈ હોવાની માહિતી મળી રહી છે. બે દાયકામાં ત્રીજું વહાણ ડૂબી જતાં વહાણ માલિકની હાલત કફોડી બની છે. હાલ સમુદ્રમાં પરિવહન કરતા વહાણોના વીમા 2થી 3 વર્ષે બંધ થતાં વહાણ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.