અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું. ડેડબોડીઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચી જીએસટીવી ડિજિટલ ટીમે ત્યાંની અપડેટ આપી છે.
અમદાવાદમાં બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. જ્યારે એક વ્યક્તિ જીવિત હોવાની પુષ્ટિ થઈ છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપરાંત ઉદ્યોગ જગતના બે મોટા લીડર પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બર પણ સવાર હતા