સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે પવનને કારણે સુરેન્દ્રનગરમાં વીજ થાંભલાઓ પડી ગયા હતા જેને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. ભારે ગરમીને કારણે લોકો વીજળી વગર લોકો પરેશાન થઇ રહ્યાં છે.
વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન
સુરેન્દ્રનગર શહેરના સાગર સોસાયટીના લોકો ઘરને તાળુ લગાવી હોટલો તેમજ સગા સ્નેહીજનોના ઘરે રહેવા જવા મજબુર બન્યા છે. સતત 2 દિવસથી સુરેન્દ્રનગરમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. દર્દીઓ અને વૃદ્ધો તેમજ નાના બાળકો વીજ પુરવઠો ખોરવાતા ગરમીમાં પરેશાન થયા છે.
વીજ અધિકારીઓએ ફોન હેઠા મુક્યા
શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ અધિકારીઓએ પણ લોકોના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા છે. તંત્ર તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે. ભારે પવન સાથે વરસાદથી 10થી વધુ થાંભલાઓ તૂટી પડ્યા હતા. હજુ 24 કલાક વીજ પુરવઠો શરૂ ના થઇ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજુબાજુના તાલુકાઓમાંથી વીજળી વિભાગ દ્વારા રીપેરિંગ માટે ટીમો બોલાવવામાં આવી છે. હવે સુરેન્દ્રનગરમાં જલદી વીજ પુરવઠો ચાલુ થાય તેવી લોકોની માંગ છે.