Shukra-Shani Yuti 2025: શનિ ગ્રહ 28 એપ્રિલથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને આ નક્ષત્રના દેવતા સ્વંય શનિદેવ છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવથી પહેલા શુક્રગ્રહ ગોચર કરી રહ્યા છે. આ રીતે શનિ અને શુક્ર ગ્રહની યુતિ બની રહી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિએ 27 વર્ષ પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું છે. કારણ કે શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે અને આ નક્ષત્રમાં આવીને શનિ શુક્રને મળી રહ્યા છે, જે 4 રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ પેદા કરી શકે છે. જ્યારે પણ શનિ પોતાની ગતિ બદલે છે, ત્યારે તે દેશ અને દુનિયા સહિત તમામ 12 રાશિઓને અસર કરે છે. આવો તમને એ રાશિ વિશે જણાવીએ જેમનો શનિ અને શુક્રની યુતિને કારણે ખરાબ સમય શરૂ થવાનો છે...

