Home / India : Priyanka Gandhi stopped her convoy, sent people injured in the accident to the hospital

પ્રિયંકા ગાંધીએ રસ્તામાં પોતાનો કાફલો રોકાવી અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ મોકલ્યા

પ્રિયંકા ગાંધીએ રસ્તામાં પોતાનો કાફલો રોકાવી અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ મોકલ્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે રાત્રે તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડની ત્રણ દિવસની મુલાકાતે કેરળ પહોંચ્યા. આ દરમિયાન, કોઝિકોડ એરપોર્ટથી કાલપેટ્ટા જઈ રહી હતી, ત્યારે એક માર્ગ અકસ્માત જોઈને તેણે પોતાનો કાફલો રોકી દીધો. તેમણે ઘાયલોની તપાસ કરવા અને તેમને પ્રાથમિક સારવાર આપવા માટે કાફલામાંથી એક ડૉક્ટરને બોલાવ્યા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પછી તેમણે તેમના કાફલામાં હાજર એમ્બ્યુલન્સ ટીમને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી. કોઝિકોડ જિલ્લાના એંગપ્પુઝા ખાતે કોયિલેન્ડીના વતની નૌશાદ અને તેમના પરિવારને લઈ જતી કાર બીજી કાર સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો. વીડિયોમાં પ્રિયંકા ગાંધી ઘાયલો સાથે વાત પણ કરી હતી. પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે વાયનાડના પ્રવાસે પહોંચ્યા છે.

વાયનાડથી મોટા માર્જિનથી જીત્યા 
12 જાન્યુઆરી, 1972 ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળના વાયનાડથી 2024 ની લોકસભા પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. તેમણે 4,10,931 મતોના માર્જિનથી જીત મેળવી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. તેમણે તેમના ભાઈ રાહુલ ગાંધીના રાજીનામા બાદ વાયનાડ પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ રાયબરેલીથી પણ ચૂંટણી જીતી હતી અને તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી.

યુપીથી શરૂ થઈ રાજકીય સફર
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, જ્યાં તેમણે 2019 માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રચારનું નેતૃત્વ કર્યું હતું પરંતુ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, તેમણે ડિસેમ્બર 2023 માં ઉત્તર પ્રદેશના AICC મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું.

Related News

Icon