
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના શકમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપ છે કે તેનો પાકિસ્તાનની જાસૂસી એજન્સી સાથે સબંધ છે. આ સિવાય આતંકવાદી હાફિઝ સઇદ સાથે પણ તેની તસવીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, તેને લઇને હજુ સુધી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે.
ભારતમાં વધુ એક ગદ્દાર ઝડપાયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીની ઓળખ ગગનદીપ સિંહ તરીકે થઇ છે. તે પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI સાથે ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલાના પણ સંપર્કમાં હતો. તે લાંબા સમયથી સરહદ પર થતી સેનાની ગતિવિધિ વિશે જાણકારી આપતો હતો, તેને Operation Sindoor સમયે પણ સંવેદનશીલ જાણકારી શેર કરી હતી.ગગનદીપે સેનાની તૈનાતી, મહત્ત્વના સ્થળો સહિત કેટલીક સંવેદનશીલ જાણકારી પાકિસ્તાનને આપી હતી.
પંજાબ પોલીસના DG ગૌરવ યાદવે કહ્યું, 'પ્રાથમિક તપાસમાં ખબર પડે છે કે ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. તેના દ્વારા તે PIO એટલે કે પાકિસ્તાની ઇન્ટેલિજન્સના સંપર્કમાં આવ્યો હતો અને ભારતીય માધ્યમો દ્વારા PIO પાસેથી પેમેન્ટ પણ મળ્યું છે.'
ગગનદીપ સિંહ પાસેથી પોલીસે એક મોબાઇ જપ્ત કર્યો છે જેમાં ગુપ્ત જાણકારી છે. તે આ જાણકારી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરતો હતો. ગગનદીપ પાસે ISIના 20થી વધુ લોકોના કોન્ટેક્ટ છે.