
પંજાબના અમૃતરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. અમૃતસરમાં ઝેરી દેશી દારુ પીવાથી 17 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
https://twitter.com/ANI/status/1922138497042817417
પંજાબમાં લઠ્ઠાકાંડ
અમૃતસર ગ્રામ્યના એસએસપી મનિંદર સિંહે જણાવ્યું કે ઝેરી દારુ પીવાથી 17 લોકોના મોત થયા છે. ઘટનાની તપાસ ચાલુ છે. તપાસ બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય આરોપી પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પ્રભજીત સિંહ નકલી દારુ સપ્લાય કરવાનો માસ્ટરમાઇન્ડ છે, તેના વિરૂદ્ધ કલમ 105 BNS અને 61A એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય પ્રભજીતના ભાઇ કુલબીર સિંહ ઉર્ફ જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફ સરાય, ગુર્જત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.
https://twitter.com/AHindinews/status/1922136413568696358
પંજાબ પોલીસ દ્વારા પુરા નકલી દારુ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારુ માફિયાઓ વિરૂદ્ધ કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી પુરા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે જ્યારે 5ની હાલત ગંભીર છે,જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ જેવા અનેક રાજ્યોમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી ચુકી છે.