
ઓડિશાના પુરીમાં દર વર્ષે ભવ્ય જગન્નાથ રથયાત્રા નીકાળવામાં આવે છે. આ રથયાત્રામાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો સામેલ થાય છે. આ રથયાત્રા અષાઢ માસમાં શુક્લ પક્ષના બીજના દિવસે નીકાળવામાં આવે છે, જે આ વખતે આજે (27 જૂન 2025) નીકળશે.
આજ પ્રકારનું આયોજન ગુજરાતના અમદાવાદમાં પણ જોવા મળે છે. પરંતુ, બંને જગ્યાની યાત્રામાં ઘણો ફરક રહેલો છે. આ ઉપરાંત કાર્યક્રમમાં ભક્તોનો ઉત્સાહ પણ જોવા મળે છે. લાખોની સંખ્યામાં પહોંચતા ભક્તો રથ ખેંચવા માટે તૈયાર હોય છે.
એવું કહેવાય છે કે, રથયાત્રામાં સામેલ થવાનું પુણ્ય બહુ ઓછા લોકોને મળે છે. આ ઉપરાંત જેને રથ ખેંચવાની તક મળી જાય તે બહુ ભાગ્યશાળી કહેવાય છે. આ પ્રસંગે જાણીએ કે, બંને જગ્યાની રથયાત્રામાં શું ફરક હોય છે.
આ બંને જગ્યાની યાત્રામાં શું ફરક રહેલો છે
પુરીમાં જ ભગવાન જગન્નાથનું મુખ્ય અને પ્રાચીન મંદિર આવેલું છે. રથયાત્રાની શરુઆત પુરીથી જ થઈ છે અને તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
જોકે, અમદાવાદમાં એવું નથી, અહીં એ પછી રથયાત્રાનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી 147 રથયાત્રા નીકાળવામાં આવી છે.
પુરીની રથયાત્રા મહોત્સવ આશરે 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો બંને જગ્યાએ પહોંચતા હોય છે.
અમદાવાદમાં રથયાત્રાનો માર્ગ આશરે 18 કિલોમીટર લાંબો છે. અહીં રથયાત્રા સવારે 7 વાગે શરુ થાય છે અને રણછોડદાસ મંદિર જઈને આ રથયાત્રા એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે.
તો, પુરીમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે આશરે 3 કિલોમીટર દૂર આવેલા ગુંડિચા મંદિર પહોંચે છે. અહીં આઠ દિવસ આરામ કર્યા બાદ નવમા દિવસે દિવસે પરત આવે છે.
પુરીમાં જે રથયાત્રા નીકાળવામાં આવે છે, તે માટે દારુકના વૃક્ષના લાકડામાંથી રથ બનાવવાનો કાર્યક્રમ આશરે બે મહિના પહેલા શરુ થઈ જાય છે. જેમાં મોટા વિશાળકાય અને ભવ્ય રથ બનાવવામાં આવે છે.
અમદાવાદમાં દર વર્ષે નવા રથ બનાવવામાં આવતાં નથી, જ્યારે પુરીમાં દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે અને અમદાવાદની રથની તુલનાએ પુરીના રથ ભવ્ય હોય છે.