કતારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગિફ્ટ આપ્યું $400 મિલિયનનું સુપર લક્ઝરી બોઇંગ 747-8 જમ્બો જેટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતાર પાસેથી $400 મિલિયનનું જેટ સ્વીકાર્યું હોવાના સમાચાર મીડિયામાં છવાઈ ગયા છે, જેનાથી તેની નૈતિકતા અને કાયદેસરતા અંગે ચિંતા વધી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કતારની મુલાકાતે છે અને તેમને કતારના શાહી પરિવાર તરફથી ભેટ તરીકે સુપર લક્ઝરી બોઇંગ 747-8 જમ્બો જેટ આપ્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની યોજનાઓથી પરિચિત સૂત્રોને ટાંકીને સમાચાર અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પદ છોડે ત્યાં સુધી જેટનો ઉપયોગ નવા એરફોર્સ વન તરીકે કરવામાં આવશે, ત્યારબાદ તેને ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.