બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો પર સતત થઈ રહેલા હુમલાઓની હવે નોબેલ પુરસ્કાર વિજેતા તેમજ બાંગ્લાદેશના રાષ્ટ્રગાનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર સુધી પણ પહોંચી ગયા છે. બાંગ્લાદેશના સિરાજગંજ જિલ્લામાં ટાગોરના ઐતિહાસિક ઘર 'રવીન્દ્ર કચરીબારી' પર ટોળાએ હુમલો કરીને તોડફોડ કરી હતી. આ ઘર હવે રવીન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.

