Home / Entertainment : Rahul Vaidya reveals what his brother Vikas said when he called Virat a joker

રાહુલ વૈદ્યએ જણાવ્યું વિરાટને જોકર કહેતા તેના ભાઈ વિકાસે શું કહ્યું હતું

રાહુલ વૈદ્યએ જણાવ્યું વિરાટને જોકર કહેતા તેના ભાઈ વિકાસે શું કહ્યું હતું

ગયા મહિને રાહુલ વૈદ્યની વિરાટ કોહલી પરની ટિપ્પણી ખૂબ ચર્ચામાં આવી હતી. તેમણે વિરાટ અને તેના ચાહકોને જોકર કહ્યા હતા. આ પછી રાહુલ વૈદ્યને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ વિવાદ વચ્ચે વિરાટના ભાઈ વિકાસનું નામ પણ સામે આવ્યું હતું. તેણે રાહુલને આ બધું ન કરવા કહ્યું હતું. હવે રાહુલે સમગ્ર મામલો જણાવી દીધો છે કે તે વિવાદ દરમિયાન વિકાસ કોહલીએ તેને શું કહ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિકાસ કોહલીએ શું કહ્યું હતું

રાહુલ વૈદ્યએ કહ્યું, 'આ ઘટના પછી વિરાટના ભાઈએ મને કેટલીક વાતો કહી હતી, 'તમારા ગાયન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે'. આ એ જ વિકાસ કોહલી છે જેણે માન્ચેસ્ટર સ્ટેડિયમમાં મને મળ્યા ત્યારે મારી ગાયકીની પ્રશંસા કરી હતી. પરંતુ મને ખબર છે કે કેવું લાગે છે કારણ કે આ નાના વિવાદો વ્યક્તિના પરિવારને પણ અસર કરે છે. તેને જે થઈ રહ્યું હતું તે ગમ્યું નહીં. આ જ કારણ હતું કે તેણે મને આ બધું કહ્યું.'

વિકાસના શબ્દોને દિલ પર ન લીધા

રાહુલે કહ્યું કે વિકાસે તેને કહ્યું, 'તું વિરાટ વિશે કેમ વાત કરી રહ્યો છે? તું પબ્લિસિટિ લઈ રહ્યો છો?' રાહુલ કહે છે, 'મને ચોક્કસ શબ્દો યાદ નથી. પછી તેણે કહ્યું, ' આથી સારૂ તો તમે તમારા સિંગિંગ પર ધ્યાન આપો.' હું જાણું છું કે વિકાસ એક સારો વ્યક્તિ છે અને તેણે જે કંઈ કહ્યું, મેં તેને દિલ પર ન લીધું. કારણ કે સમસ્યા એ છે કે લોકો વાત જાણ્યા વિના પ્રતિક્રિયા આપવા તૈયાર હોય છે.'

વિરાટનો મામલો શું હતો

ગયા મહિને અવનીત કૌરના ફોટા પર વિરાટ કોહલીની લાઈક ચર્ચામાં હતી. લોકો આના પર મીમ્સ બનાવી રહ્યા હતા, તેથી વિરાટે એક પોસ્ટમાં લખ્યું કે આ ઇન્સ્ટાના અલ્ગોરિધમને કારણે થયું, તેને પોસ્ટ લાઇક નથી કરી. આ વાતની રાહુલ વૈદ્યએ મજાક ઉડાવી હતી. તેણે વિરાટ કોહલી અને તેના ચાહકોને જોકર કહ્યા હતાં. રાહુલે એમ પણ કહ્યું હતું કે વિરાટે તેને બ્લોક કરી દીધો છે. જોકે, હવે તે કહી રહ્યો છે કે આ એક ગેરસમજ પણ હોઈ શકે છે.

 

Related News

Icon