સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરાતું હતું. જેથી વરાછા વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી હતી.મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલા હોય છે. નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ/સીરપ વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં એક મેડીકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડૉકટરના પ્રિસ્કીપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી.