
રેલવે મુસાફરી કરતાં લોકો માટે સુવિધા વધારવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન દોડતી છ ટ્રેનોને ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આમાં ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.
ધસારાને ધ્યાનમાં રાખીને ટ્રેન
મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી. હવે ઉનાળાનું વેકેશન પૂરું થવાને આરે છે છતાં ધસારો યથાવત રહેતા છ સ્પેશિયલ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર દોડાવવાનો નિર્ણય કર્યો છે. આમાં, 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલની ટ્રિપ્સ 3 જુલાઈથી દર ગુરુવારે 14 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પરત ફરતી વખતે 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસની ટ્રિપ્સ 4 જુલાઈથી દર શુક્રવારે 15 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.
ટ્રિપ્સની સંખ્યા વધારાઈ
બીજી ટ્રેન 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ 3 જુલાઈથી દર ગુરુવારે 14 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 3 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી દર ગુરુવારે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્રીજી ટ્રેન 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી અઠવાડિયામાં પાંચ દિવસ માટે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
અઠવાડિયામાં પાંચ દિવસ
09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી અઠવાડિયામાં પાંચ દિવસ માટે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09211 ગાંધીગ્રામ-બોટાદ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09212 બોટાદ-ગાંધીગ્રામ એક્સપ્રેસની દૈનિક યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09216 ભાવનગર-ગાંધીગ્રામ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09530 ભાવનગર-ધોળા એક્સપ્રેસ 1 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. 09529 ધોળા-ભાવનગર એક્સપ્રેસ 1 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
આ છ સ્પેશિયસ ટ્રેનની મુદ્ત વધારાઈ
ભાવનગર-બાંદ્રા ટર્મિનસ
ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
બાંદ્રા ટર્મિનસ-ઉધના એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ એક્સપ્રેસ
ભાવનગર-ગાંધીગ્રામ એક્સપ્રેસ
ભાવનગર-ધોળા એક્સપ્રેસ