સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. સાયલાના સુખભાદર ડેમ 70 ટકા ભરાઈ જતાં તેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે અમદાવાદ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના 11, અમદાવાદ જિલ્લાના 9 અને સુરેન્દ્રનગર જિલ્લાના 3 ગામડાઓને સાવચેતીના ભાગરૂપે ચેતવણી આપવામાં આવી છે. સાયલા, બોટાદ, રાણપુર અને ધંધુકા તાલુકાના ગામડાઓને ખાસ એલર્ટ કરાયા છે. સુખભાદર ડેમના સેક્શન અધિકારીએ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના જારી કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.