ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચોમાસાના પ્રારંભ સાથે ભારે વરસાદે જિલ્લા તંત્રની નબળી તૈયારીઓની પોલ ખોલી દીધી છે. ગઈ રાત્રે થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં સેક્ટર 27માં એક ગંભીર ઘટનામાં આખી ગાડી ભૂવામાં ફસાઈ ગઈ હતી. આ વિસ્તારમાં DSP (SRP) ઓફિસ અને એરફોર્સનું મુખ્ય કેન્દ્ર આવેલું છે, જે રાજ્યની રાજધાનીના મહત્ત્વના વહીવટી અને સુરક્ષા કેન્દ્રો છે.