Home / Gujarat : Meghraja's gathering in Junagadh, riots called in 215 talukas of Gujarat within 24 hours

જૂનાગઢમાં મેઘરાજા અનરાધાર વરસ્યા, રાજ્યના 215 તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે અપાયું એલર્ટ

જૂનાગઢમાં મેઘરાજા અનરાધાર વરસ્યા, રાજ્યના  215 તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે અપાયું એલર્ટ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 157 મિલીમીટર (6.18 ઇંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 153 મિલીમીટર (6 ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 133 મિલીમીટર (5.24 ઇંચ) વરસાદ નોંધાયો હતો.  24 કલાકમાં ગુજરાતના 215 તાલુકામાં ધડબડાટી બોલાવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માંગરોળ (જૂનાગઢ) 130 મિલીમીટર (5.1 ઇંચ) અને ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4 ઇંચ)  વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ ગણદેવી (નવસારી) 3.98 ઇંચ, બારડોલી (સુરત) 3.46 ઇંચ, ડોલવણ (તાપી) 3.23 ઇંચ, રાણાવાવ (પોરબંદર) 3.23 ઇંચ, કામરેજ (સુરત) 3.19 ઇંચ, પારડી (વલસાડ) 3.19 ઇંચ, દાંતા (બનાસકાંઠા) 3.19 ઇંચ, કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા) 3.2 ઇંચ, અને કેશોદ (જૂનાગઢ)માં 3.1 ઇંચ સમાવેશ થાય છે. ગત 24 કલાકમાં 20 તાલુકામાંથી 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 39 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. 

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

28 જૂનની આગાહી

28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

29 જૂનથી 1 જુલાઈની આગાહી

રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

2 જુલાઈની આગાહી

2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Related News

Icon