
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
રાજ્યમાં વધુ વરસાદની આગાહી વચ્ચે જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતા વધુ રહેવાનું વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.