Home / Gujarat / Gandhinagar : Gujarat news: Heavy rains predicted in 10 districts of the state

Gujarat news: રાજ્યના 10 જિલ્લામાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, ગરમીમાંથી મળશે રાહત

Gujarat news: રાજ્યના 10 જિલ્લામાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, ગરમીમાંથી મળશે રાહત

 ગુજરાતમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ભરઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહ્યું છે કે મેઘરાજા વિરામના મૂડમાં નથી. હવામા વિભાગની આગાહી મુજબ ગુરૂવારે (8 મે) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની સંભાવના છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યભરમાં 50-60 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ વરસાદ યથાવત

આગામી 9 થી 11 મે દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે. આ દરમિયાન પણ રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. શુક્રવારે, નવમી તારીખે આખા ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Related News

Icon