Home / Gujarat / Surendranagar : Surendranagar Civil Hospital flooded with rainwater

VIDEO: સુરેન્દ્રનગરની સિવિલમાં વરસાદી પાણી ઘૂસતા દયનીય સ્થિતિ, કોલ્ડસ્ટોરેજ પીએમ રૂમ પાસે ઢીંચણસમા પાણી

સુરેન્દ્રનગરની સીવીલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતાં દયનીય સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની સૌથી મોટી આ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ, પી.એમ. રૂમ અને ક્ષયકેન્દ્રમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. કોલ્ડસ્ટોરેજ, જ્યાં મૃતદેહો સાચવવામાં આવે છે, ત્યાં પણ પાણી ઘૂસી જતાં સ્થિતિ ગંભીર બની છે. પી.એમ. રૂમમાં પાણી ભરાવાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ છે. રોજના 700થી વધુ દર્દીઓની સારવાર કરતી આ હોસ્પિટલનું સંચાલન સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે દર્દીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. શહેરની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા ઉપરાંત હોસ્પિટલની આ હાલતે સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon