ગાંધીનગરમાં ભારે વરસાદ બાદ ખ-6 નજીક ચાર રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો છે, જેમાં એક ડમ્પર ફસાઈ ગયું હતું. આ ઘટનાથી વાહન વ્યવહાર ખોરવાયો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનું સ્પષ્ટ થાય છે. ભૂવાના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્રે તાત્કાલિક સમારકામની શરૂઆત કરી હતી.