ડાંગ જિલ્લામાં બે દિવસથી પડેલા ધોધમાર વરસાદના કારણે મોટી સંખ્યા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગીરાધોધ પોતાના અસલ રૂપમાં આવ્યું છે. ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જોકે સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટીતંત્રની ટીમે પ્રવાસીઓને ત્યાં જવાની મનાઈ ફરમાવી છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે. અનેક કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને 20થી વધુ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. સાપુતારા-વઘઇ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડવાના બનાવ પણ બન્યા છે.