Home / India : Sonam Raghuvanshi made a big confession during SIT interrogation

'હું મારા પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ હતી...', પુરાવા જોતા SIT સમક્ષ સોનમે કરી કબૂલાત

'હું મારા પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ હતી...', પુરાવા જોતા SIT સમક્ષ સોનમે કરી કબૂલાત

મધ્યપ્રદેશના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સ્થળ પર રૂબરૂ લાવ્યા હતા. ત્યારબાદ સોનમ ભાંગી પડી અને રડતાં રડતાં કબૂલાત કરી કે, તે તેના પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ હતી. પોલીસે સોનમ અને રાજ કુશવાહા બંનેને નક્કર પુરાવા સાથે સામસામે બેસાડ્યા, જેના પછી સોનમ પાસે છુપાવવા માટે કંઈ બચ્યું નહોતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોનમ ભાંગી પડી અને SIT સમક્ષ કબૂલાત કરી 

મેઘાલય પોલીસના 'ઓપરેશન હનીમૂન' હેઠળ 23 મેના રોજ શિલોંગના સોહરામાં રાજા રઘુવંશીની હત્યાની તપાસમાં મોટો ખુલાસો થયો. પોલીસે સોનમ અને રાજ કુશવાહાની રૂબરૂ પૂછપરછ કરી. 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી ખરડાયેલ જેકેટ, સોનમનો રેઈનકોટ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. પુરાવાઓ મળી આવતા સોનમ ભાંગી પડી અને SIT સમક્ષ કબૂલાત કરી કે, તેણે રાજ કુશવાહ અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર - આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિકી ઠાકુર અને આનંદ કુર્મી સાથે મળીને રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

 પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે

મેઘાલયના શિલોંગમાં હનીમૂન પર ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશીના હત્યા કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન રાજા રઘુવંશીના લગ્નને લગતા વિડિયો અને રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન તેમના લગ્ન પછી તરત જ ઘડવામાં આવ્યો હતો અને આ પ્લાન બીજા કોઈએ નહીં પણ તેમની પત્ની સોનમ અને રાજ કુશવાહાએ જ ઘડ્યો હતો. ષડયંત્રના ભાગ રૂપે આ કપલ શિલોંગ પહોંચ્યું હતું.

21 મેના રોજ શિલોંગ પહોંચ્યા પછી આ દંપતી 22 મેના રોજ ચેરાપુંજીમાં જઈને ત્યાં હોમસ્ટે લીધું હતું. દંપતી સાથે હત્યામાં સામેલ અન્ય આરોપીઓએ પણ ત્યાં હોમસ્ટે લીધો હતો. પરંતુ રાજા રઘુવંશીને આ અંગે કોઈ ગંઘ પણ નહોતી આવવા દીધી. 

હત્યા બાદ ઇન્દોરમાં રાજા પાસે ગઈ હતી સોનમ
મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે યોજના મુજબ ત્રણ આરોપીઓએ રાજાને પકડ્યો અને પછી વિક્કી નામના આરોપીએ તેના પર તીક્ષ્ણ અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. રાજાની હત્યા કર્યા પછી બધા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ આ બધું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. એ પછી સોનમ ઇન્દોર પહોંચી હતી, જ્યાં તેણે રાજ કુશવાહનો સંપર્ક કર્યો હતો અને તે પછી સોનમ ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ હતી.

આરોપી આકાશના જેકેટ પર જોવા મળ્યા લોહીના ડાઘ
સોનમે હનીમૂનનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ન હતો, જેનાથી કોઈ પર શંકા થઈ શકે છે, પરંતુ ગુનાના સ્થળેથી મળેલા હત્યારા આકાશના જેકેટથી તપાસ સરળ બની. આ જેકેટ સોનમે આકાશને આપ્યું હતું, જેના પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. આરોપી વિશાલે પહેલા રાજા પર હુમલો કર્યો હતો. આ પછી અન્ય આરોપીઓએ હુમલો કર્યો હતો. 

ગુવાહાટીમાં હત્યા માટે વપરાયેલું હથિયાર મળ્યું
પોલીસનું કહેવું છે કે, હત્યામાં વપરાયેલ હથિયાર ગુવાહાટી પોલીસ સ્ટેશન નજીકથી મળી આવ્યું છે. આરોપી રાજ કુશવાહાની માતાએ કહ્યું કે, તેનો પુત્ર નિર્દોષ છે. તે ક્યારેય આવું કામ કરી શકે નહીં. રાજ કુશવાહાની બહેને પણ એ હકીકતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી કે, તે સોનમ સાથે સંબંધમાં હતો.

Related News

Icon