ભાવનગરના પાલિતાણામાં વરસાદે વિરામ લીધા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે પાલીતાણાના રંડોળા ગામે રજાવળ નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે ધોવાયો છે. પાલીતાણાથી ટાણા જવાનો રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. આ કોઝ વે પર પાણી ફરી વળતાં 12 કરતા વધુ ગામમાં જવા-આવવા માટેનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદે વિરામ લીધા છતાં પાણીનો પ્રવાહ સતત વહેતો જોવા મળી રહ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઘરવખરી અને ખાદ્ય ખોરાક માટે મુશ્કેલી પડી છે.