પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીની વીર ભૂમિ પહોંચ્યા હતા અને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ ગાંધીએ બાળપણની તસવીર શેર કરી પિતા રાજીવ ગાંધીને કર્યા યાદ
રાહુલ ગાંધીએ X પર પિતા રાજીવ ગાંધી સાથેની બાળપણની તસવીર શેર કરતા લખ્યુ- પિતા, તમારી યાદો દરેક પગલા પર મારૂ માર્ગદર્શન કરે છે. તમારા અધૂરા સપનાને સાકાર કરવા જ મારો સંકલ્પ છે અને હું તેને પૂર્ણ કરીને જ રહીશ.
PM મોદીએ લખ્યુ- 'હું આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપુ છું.
https://twitter.com/narendramodi/status/1925022808096071766
મલ્લિકાર્જુન ખડગેએ X પર લખ્યુ- રાજીવ ગાંધીજી ભારતના એક મહાન સપૂત હતા, જેમને કરોડો ભારતીયોમાં નવી આશા જગાડી.
મમતા બેનરજીએ પણ રાજીવ ગાંધીને કર્યા યાદ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજીવ ગાંધીને યાદ કરતા X પર લખ્યુ, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાથી યાદ કરૂ છું. રાજીવજી એક દૂરદર્શી નેતા અને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા સાચા શહીદ હતા.
આત્મઘાતી હુમલામાં થયુ હતુ રાજીવ ગાંધીનું નિધન
21 મે 1991માં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીએ પોતાના કાર્યકાળમાં શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી જેનાથી તમિલ વિદ્રોહી સંગઠન લિટ્ટે (લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ) નારાજ હતું. 1991માં જ્યારે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા રાજીવ ગાંધી ચેન્નાઇ પાસે આવેલા શ્રીપેરમ્બદૂર ગયા તો ત્યા લિટ્ટેએ રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરાવડાવ્યો હતો.
વિસ્ફોટમાં 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
રાજીવ ગાંધીને ફૂલોનો હાર પહેરાવવાના બહાને લિટ્ટેની મહિલા આતંકી ધનુ (તેનમોજી રાજરત્નમ) આગળ વધી હતી, તે રાજીવ ગાંધીના પગે પડી હતી અને કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં બ્લાસ્ટ કર્યો હતો. વિસ્ફોટ એટલો મોટો હતો કે કેટલાક લોકોના ચીથડા ઉડી ગયા હતા. રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.