
ગુજરાતભરમાંથી છેતરપિંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા જીરાની ખરીદીમાં કરોડો રુપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરાઈ
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાંથી બંને વેપારીઓ દ્વારા કમિશન એજન્ટ પાસેથી જીરુ ખરીદી કરી 17 કરોડથી વધારે રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. જેને પગલે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બીપીન પરસોતમભાઈ ઢોલરીયા અને નીતેશ ધરમશીભાઈ ઢોલરીયા ની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીઓ પર બી. એન.એસ કલમ 316 (5),3(5),54 કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.