
Rajkot News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી હની ટ્રેપની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ખેડા બાદ હવે રાજકોટમાંથી હની ટ્રેપના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના વેપારી હની ટ્રેપના શિકાર બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. હની ટ્રેપમાં 10 કરોડની માંગ કરતી ટુકડી વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ યુનિફોર્મ પહેરી ફરિયાદીને બ્લેકમેલ કર્યો
મળતા માહિતી પ્રમાણે, 1 યુવતી સહિત 2 પોલીસ યુનિફોર્મ પહેરેલ અને પોલીસકર્મી હોવાની ઓળખ આપી વેપારીને બ્લેકમેલ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુને દાખલ કરાયો છે. આરોપીએ પહેરેલ પોલીસ વર્ધી પર સંજય કરંગિયા અને એસ.કે.સોલંકી લખ્યું હોવાનું સામે આવ્યું છે. આરજુ સિંગ નામની યુવતીએ સોશિયલ મીડિયા મારફત રાજકોટના વેપારીને મોહ જાળમાં ફસાવ્યો હતો.
યુવતી દ્વારકા દર્શન કરવા તેમજ મોજ મસ્તી કરવા ફરિયાદીને બોલાવતી. પ્લાન મુજબ પોલીસ વર્ધી પહેરેલ યુવકે વેપારી અને યુવતીને કારમાં રોકી ડ્રગ્સના કેસમાં ફસાવવાની બીક બતાવી બ્લેકમેલ કર્યો હતો. આરોપીઓએ એક કરોડ 20 લાખ આંગડિયા મારફત દ્વારકાથી મેળવ્યા હતા. યુવતીએ બાકીના 7.80 કરોડ ચૂકવી આપ નહિતર દુષ્કર્મમાં ફસાવવાની વેપારીને ધમકી આપી હતી. દ્વારકા પોલીસે ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.