
Ahmedabad news: દેશમાં આ પ્રકારનો પ્રથમ અને ખૂબ જટિલ પ્રકારનો કેસ હોવાથી હાઈકોર્ટે આ કેસની ગંભીરતા જોઈને ત્યારબાદ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કારણ કે, રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી માત્ર 13 વર્ષની સગીરાને ગર્ભપાત કરાવવો પડે તેમ હતો અને વળી સગીરા એનિમિયાથી પીડિત હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબ નિરીક્ષણ બાદ મંજૂરી આપી હતી.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરમાં પાડોશમાં રહેતા યુવકે માત્ર 13 વર્ષની સગીરાને ફોસલાવીને દુષ્કર્મ આચરી દીધું હતું. જેથી સમય જતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી રાજકોટ બી ડિવીઝનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાો હતો અને ત્યારબાદ સમય જતા અને કાયદાની આંટીઘૂંટી બાદ સગીરાને કુલ 33 સપ્તાહ જેટલો સમય ગર્ભ રહી ગયો હતો. આખરે ગર્ભપાત અંગે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના મેડિકલ નિરીક્ષણ બાદ ગર્ભપાતની મંજૂરી આપી હતી.
જેથી દેશમાં આ પહેલીવાર લાંબા 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાત તબીબોની ટીમના સીધા દેખરેખ હેઠળ સગીરાનો ગર્ભપાત કરવામાં આવશે. જો કે, સગીરા એનિમિયાથી પીડિત છે. તેથી ગર્ભપાતમાં ખૂબ કાળજી દાખવવી પડે તેવી નોબત છે.