Home / Gujarat / Rajkot : The wife of Amit Khunt sought police protection

Rajkotમાં મૃતક અમિત ખૂંટની પત્નીએ માંગ્યું પોલીસ પ્રોટેક્શન, જામીન પર છૂટેલા વકીલે કહ્યું 'પોલીસે કાચુ કાપ્યું...'

Rajkotમાં મૃતક અમિત ખૂંટની પત્નીએ માંગ્યું પોલીસ પ્રોટેક્શન, જામીન પર છૂટેલા વકીલે કહ્યું 'પોલીસે કાચુ કાપ્યું...'

Rajkot News: રાજકોટના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે સતત રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં રીબડાના અમિત ખૂંટના આત્મહત્યાનો કેસ અંતર્ગત મૃતકની પત્નિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરાઇ છે. અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહને તાત્કાલિક પકડવાની માંગ કરાઇ છે. આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મૃતકની પત્નિએ પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેસમાં જામીન ઉપર છૂટેલા એડવોકેટ સંજય પંડિતનું નિવેદન સામે આવ્યું

જામીન ઉપર છૂટેલા એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતરનું ગોંડલ સબ જેલ બહાર હારતોરા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેલ બહાર આવતા સંજય પંડિતે મિડીયા સમક્ષ ખુલાસો કર્યો હતો. જેમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં બંને વકીલોની ધરપકડમાં પોલીસે કાચુ કાપ્યું હોવાનો વકીલે આક્ષેપ લગાવ્યો હતો. પોલીસે અમોને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવ્યા હોવાનું વકીલે જણાવ્યું હતું.

પોલીસે મહિલા આરોપીની અટકમાં પણ ગેરકાયદેસરતા આદરી હતી. કેસમાં પોલીસ તપાસમાં સહકાર આપવાની સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પણ વકીલ પંડિતે આક્ષેપો કર્યા હતા. આ સાથે જ જેલની બહાર આવેલા એડવોકેટ પંડિતે આગામી દિવસોમાં નામદાર કોર્ટના દ્વાર ખખડાવવાની ઉચ્ચારી ચિમકી ઉચ્ચારી છે.

Related News

Icon