
રાજ્યમાં ખનીજ માફિયાના આતંક પછી શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે.રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને બુક્સ, સ્કૂલ ડ્રેસ સહિતની સામગ્રીઓ કોઈ ચોક્કસ દુકાનો પરથી લેવા માટે દબાણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગને આ માહિતીઓ મળતા જ તેમણે નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓની દાદાગીરી સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ ચોક્કસ જગ્યાએથી બુક્સ, ડ્રેસ સહિતની ચોક્કસ સામગ્રી દુકાનો પરથી લેવા દબાણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગને આ બધી વિગતો મળતા રાજકોટની ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. શિક્ષણ વિભાગની ટીમે 42 જેટલી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સિવાય શાળાઓને અલગ અલગ ગેરરીતિઓ બદલ નોટિસ આપવામાં આવી હતી.
રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ મુદ્દો, સ્ટેનશરી અને ફાયર સેફટી મુદ્દને ધ્યાનમાં લઇ શાળાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 42માંથી 25 શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે કે હજુ પણ શાળાઓનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જે શાળાઓ નિયમોનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.