રાજકોટ- જેતપુર સિક્સલેન હાઈવેને લઈને કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે રેલી કાઢી અનોખો વિરોધ કર્યો છે. કોંગ્રેસે રોડ નહિ તો ટોલ નહિ ના નારા હેઠળ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. અહીં ધીમી કામગીરીને કારણે ટ્રાફિક જામની સમસ્યા થાય છે, જેથી કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાટાઓ બાંધીને અનોખો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી રોડ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ નહિ ઉઘરાવાવની કોંગ્રેસે માંગ કરી છે.