
રાજ્યના વિવિધ સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો, વરસાદને કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા હતા. તો બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે આ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ નિર્ણય લીધો છે, જેમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકા Rain camera લગાવશે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાશે ત્યાં કેમેરા ગોઠવવામાં આવશે.
શહેરના 60 સ્થળો નક્કી કર્યા છે જ્યાં રેઈન કેમેરા લગાવવામાં આવશે
રાજકોટના તંત્રે શહેરના 60 સ્થળો નક્કી કર્યા છે જ્યાં Rain camera લગાવવામાં આવશે. શહેરના વેસ્ટ ઝોનમાં 24, ઈસ્ટ ઝોનમાં 19 અને સેન્ટ્રલ ઝોનમાં 17 કેમેરા ગોઠવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જ્યારે પાણી ભરાવવાની સમસ્યા સર્જાશે ત્યારે કેમેરામાંથી ફોટો જે તે વિભાગના અધિકારીને જશે.
સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા
ત્યાર બાદ જલ્દીમાં જલ્દી પાણી ભરાવવાની સમસ્યાને દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા વાંરવાર સર્જાય છે. ભારે વરસાદમાં તો કેટલાક વિસ્તાર તો જળ મગ્ન થઈ જાય છે.