
દેશના ત્રણ કેન્દ્રીય મંત્રીઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ગુજરાતની મુલાકાતે આવવાના છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભૂજમાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત કરશે
આવતી કાલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે છે. તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પણ 17 અને 18 તારીખે ગુજરાતની મુલાકાતે આવવાના છે.
મનસુખ માંડવીયા જેતપુરમાં રહેશે હાજર
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતી કાલે ભૂજમાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરશે, 17 મે રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જેતપુરના મેવાસા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ
આગામી રવિવાર એટલે કે 18 મેના રોજ અમદાવાદમાં પલ્લવ ફેલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. 132 ft ના રિંગ રોડ પર બીઆરટીએસને સમાંતર ચાર રસ્તા ખાતે 117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ બ્રિજ શરૂ થવાથી આશરે 1.5 લાખથી વધુ વાહન ચાલકોને ફાયદો થશે . બ્રીજની વાત કરવામાં આવે તો 935 મીટર લંબાઈ અને 8..40 મીટર પહોળાઈ છે.