Home / Gujarat / Ahmedabad : Police made anti-social elements who were creating terror in Rakhial aware of the law

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાત્રે તલવાર, દંડા સહિતના ઘાતક હથિયારો સાથે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્ત્વોને ઝડપી પાડ્યા હતા અને જાહેર સઘરસ કાઢ્યું હતું. જેમાં સમગ્ર કેસમાં ફરાર એવા ત્રણ આરોપીઓની શોધખોળ માટે વિસ્તારમાં કોમબિન હાથ ધરવામાં આવ્યું છે.
 
ભયનો માહોલ ઊભો કરનારા પકડાયેલા આરોપીઓ પૈકી અંજુમ સિદ્દિકી, અસરફ અદાદતખાન પઠાણ, અમ્મર અંજુમ સિદ્દિકી, કાલિમ તોફીક સિદ્દિકી, અજીમ તોફીક સિદ્દિકી અને પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન સહિતના છ આરોપીએ જાહેરમાં માફી માંગી હતી. રખિયાલ પોલીસે સમગ્ર કેસમાં ફરાર એવા 3 આરોપીની શોધખોળ માટે વિસ્તારમાં કોમ્બિગ હાથધર્યું
 
શું હતો સમગ્ર મામલો
 
14 એપ્રિલ, સોમવારની રાત્રે અમદાવાદના અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો.
 
જૂની અદાવતમાં કર્યો હતો હુમલો
 
પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના રખિયાલ ઘટનાના આરોપીઓ અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપીએ તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 
Related News

Icon