
સુરતના ઓલપાડમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પાકિસ્તાનમાં સ્ટ્રાઈક તો ઝાંખી હે, POK તો બાકી હેના નારા લગાવવામાં આવ્યાં હતાં. ઓલપાડ ટાઉનમાં ભારત માતા કી જય નાં નારા લાગ્યા હતાં. સાથે જ દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતાં.
આતંકવાદીના મોતની ઉજવણી
નાપાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ એ જમ્મુ કાશ્મીર નાં પહેલગામ ટુરીસ્ટ પ્લેસ પર ધર્મ પૂછી 27 જેટલાં ભારતના નિર્દોષ ટુરીસ્ટની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળતા ભારત સરકાર પણ હરકતમાં આવી હતી. પાકિસ્તાનના નવ જેટલાં આતંકવાદી જગ્યા પર હુમલા કરવામાં આવતા અસંખ્ય આતંકવાદીઓના મોત થયા હતા.
તિરંગા યાત્રા યોજાઈ
નાપાક પાકિસ્તાન ઉશકેળાઈ ભારત પર ડ્રોન વર્સા કરતા ભારત ઉગ્ર બનતા પાકિસ્તાન રીતસર ગભરાઈ જગત જમાદાર સહીત અન્ય દેશો પાસે ભારત ને શાંત કરવા અપીલ કરી હતી જોકે ભલે હાલમાં સીઝ ફાયર થયું હોય પણ મોદી સરકારે સ્પષ્ટ કહ્યું હતુકે જો હવે ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગોળી નો જવાબ ગોળા થી આપીશું.. જવાનોની ખુમારીની સમગ્ર દેશમાં ચર્ચા છે ત્યારે આખા ભારતમાં તિરંગા યાત્રા યોજી ખરા અર્થમાં નભ, જલ અને થલ નાં જવાનો ને સલામી સાથે સમ્માન માટે સમગ્ર દેશમાં યોજાઈ તિરંગા યાત્રા