Home / Gujarat / Ahmedabad : Court extends Asaram's interim bail by 1 month in rape case

દુષ્કર્મ કેસમાં આસારામને રાહત, કોર્ટે વચગાળાના જામીન 1 મહિનો લંબાવ્યા

દુષ્કર્મ કેસમાં આસારામને રાહત, કોર્ટે વચગાળાના જામીન 1 મહિનો લંબાવ્યા

ગાંધીનગર કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી, 2025એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. જોકે, ફરીથી જામીન લંબાવવાને લઈને કરેલી અરજી અંગે હાઈકોર્ટે આસારામના જામીન એક મહિના માટે લંબાવાયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આસારામના જામીન એક મહિનો લંબાવ્યા

દુષ્કર્મ કેસના આરોપી આસારામને તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. જ્યારે આસારામ દ્વારા જામીન લંબાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટમાં દોઢ કલાક સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ ત્રણ મહિના માટે જામીનને લઈને અરજી કરી હતી, ત્યારે હાઈકોર્ટે એક મહિનાના જામીન મંજૂર કર્યા છે.
 
આસારામે વયોવૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે હાઈકોર્ટે આસારામના 1 મહિનાના વચગાળાના જામીન લંબાવાયા છે. અગાઉ 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા.

Related News

Icon