
Dahod News: સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવનાર દાહોદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના કેસમાં મોટા સમચાર સામે આવ્યા છે. દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાના કેસમાં આચાર્યને લીમખેડા સેશન્સ કોર્ટ દ્વારા ગંભીર બેદરકારી બદલ સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે POCSO અને હત્યાના કેસને નકારી દીધો છે અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતાં તે કોર્ટે માન્ય નથી રાખ્યા.
જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ અને ચાર્જશીટ પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. POCSO અને હત્યાની કલમનો ચાર્જશીટમાં સમાવેશ હોવા છતાં કોર્ટમાં સાબિત ન થઈ શકવાના કારણે આરોપીને POCSO અને હત્યા મામલે નિર્દોશ જાહેર કરાયો અને ગંભીર બેદરકારીના કારણે 6 વર્ષની બાળકીનું મોત થયું હોવાને લઈને કોર્ટે સજા ફટકારી છે. 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીના દાવા કરવામાં આવી રહ્યા હતા.
આ મામલે સરકારે 31 સાક્ષી પણ તપાસ્યા હતાં, આ ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતાં. જોકે, માત્ર 34 સુનાવણીમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ કરી હતી.