Home / India : Forcibly removing a woman's clothes is also considered rape, says High Court

બળજબરીથી મહિલાના કપડાં ઉતારવા એ પણ બળાત્કારનો પ્રયાસ ગણાય: હાઇકોર્ટ

બળજબરીથી મહિલાના કપડાં ઉતારવા એ પણ બળાત્કારનો  પ્રયાસ ગણાય: હાઇકોર્ટ

Lucknow High Court: લખનૌમાં અલીગંજમાં વર્ષ 2004માં એક માતાએ 16 વર્ષીય પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાને શોધી કાઢી હતી. પીડિતાએ જણાવ્યું કે, 'આરોપી પ્રદીપ કુમાર મને બળજબરીથી લઈ ગયો. મને 20 દિવસ સુધી એક સંબંધીના ઘરે રાખી. ત્યાં મારા કપડાં કાઢીને દુષ્કર્મનો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે લખનૌ હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું છે કે, 'પીડિતાના કપડાં ઉતારવાને દુષ્કર્મનો પ્રયાસ ગણવામાં આવશે.' જસ્ટિસ રજનીશ કુમારની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સજા યથાવત રાખી

લખનઉ  હાઈકોર્ટના જણાવ્યાનુસાર, પીડિતાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આરોપીએ તેના કપડાં ઉતાર્યા હતા. પીડિતાના વિરોધને કારણે તે શારીરિક સંબંધ બાંધી શક્યો નહીં. તેથી આ કૃત્ય દુષ્કર્મનો પ્રયાસ છે.' કોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 10 વર્ષની સજા યથાવત્ રાખી છે.

શારીરિક સંબંધો ન રાખી શકાય

આરોપીનું કહેવું હતું કે, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેમણે દલીલ કરી હતી કે ફક્ત કપડાં ઉતારવાને જ સ્ત્રીની નમ્રતા ભ્રષ્ટ કરવાનો ગુનો ગણી શકાય, દુષ્કર્મનો પ્રયાસ નહીં.' કોર્ટે અપીલકર્તાની આ દલીલને પણ ફગાવી દીધી હતી અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબથી ફરિયાદ પક્ષનો કેસ નબળો પડ્યો હતો.

 

Related News

Icon