Home / India : Fourth accused arrested in law college student rape case

કોલકાતા લો કોલેજની વિદ્યાર્થિની પર રેપ કેસમાં ચોથો આરોપી ઝડપાયો, મેડિકલ રિપોર્ટમાં થયો ખુલાસો 

કોલકાતા લો કોલેજની વિદ્યાર્થિની પર રેપ કેસમાં ચોથો આરોપી ઝડપાયો, મેડિકલ રિપોર્ટમાં થયો ખુલાસો 

કોલકાતા પોલીસે દક્ષિણ કોલકાતા લો કોલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની પર ગેંગરેપના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરી છે. તેનું નામ પિનાકી બેનર્જી છે. જે ઘટનાના દિવસે ત્યાં હાજર હતો. આ આરોપી કોલેજનો સુરક્ષાગાર્ડ છે જેની ધરપકડ કરાી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી મનોજીત મિશ્રા છે. તે તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ (TMCP) ના દક્ષિણ કોલકાતા જિલ્લા સંગઠન સચિવ અને કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અન્ય બે આરોપી ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખોપાધ્યાય (20) હાલ કોલેજના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. આ ત્રણેયની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી છે. લો કોલેજની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્રણ આરોપીઓને ઝડપીને પૂછપરછ માટે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારી કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો

કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરાવતી દક્ષિણ કોલકાત્તાની સરકારી કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો છે. વિદ્યાર્થિની બપોર પછી કોલેજમાં ફોર્મ ભરવા આવી હતી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોલેજના પૂર્વ વિદ્યાર્થી મોનોજિત મિશ્રાએ તેને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં બંધ કરી દીધી હતી. વિદ્યાર્થિનીના બે સીનિયર વિદ્યાર્થીઓ - ઝેબ અહેમદ અને પ્રમિત મુખર્જી સહિત પૂર્વ વિદ્યાર્થી કે જે કોલેજમાં જ કોન્ટ્રાક્ટ પર કાર્યરત છે તેણે સાંજે સાતથી રાતે ૧૦ વાગ્યા સુધી વિદ્યાર્થિનીને ગોંધી રાખી હતી અને તેના પર ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં. આરોપીઓએ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો અને યુવતીને ધમકી આપી હતી કે જો કોઈને આ અંગેની જાણકારી આપશે તો વીડિયો ઈન્ટરનેટ પર લીક કરી દેશે.

મુખ્ય આરોપી કોલેજમાં તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદનો પ્રમુખ રહી ચૂક્યો

વિદ્યાર્થિનીએ આ ઘટના પછી કસ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ચાર દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મેળવ્યા હતા. જેને મુખ્ય આરોપી ગણાવાઈ રહ્યો છે એ મોનોજિત મિશ્રા કોલેજનો જ પૂર્વ વિદ્યાર્થી છે. કોલેજમાં કરાર પર કાર્યરત છે ને વળી વકીલાતની પ્રેક્ટિસ પણ કરે છે. એ આરોપી કોલેજમાં તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદનો પ્રમુખ રહી ચૂક્યો છે. અત્યારે પણ એ દક્ષિણ કોલકાત્તામાં સક્રિય તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં સેક્રેટરી છે. તેના સોશિયલ મીડિયામાંથી જાણકારી મળી એ પ્રમાણે તેના કોલકાત્તાના ઘણાં જાણીતા નેતાઓ સાથે અંગત સંબંધો છે. 

આ ઘટનાના કારણે એક વર્ષ પહેલાં આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ મર્ડરની ઘટના તાજી થઈ છે. રાજ્યમાં એ કેસની ચર્ચા ફરીથી જાગી છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સામે એ ઘટનાના કારણે ભારે દેખાવો થયા હતા. લૉ કોલેજની આ ઘટના પછી પણ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સામે ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનોએ દેખાવો શરૂ કર્યા છે.

આરોપીનો લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકાર્યો એટલે રેપ કર્યાનો અહેવાલ

પીડિતાની ફરિયાદના આધારે અહેવાલોમાં એવો દાવો થઈ રહ્યો છે કે પૂર્વ વિદ્યાર્થી મોનોજિતે પીડિતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીડિતાએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો અને બોયફ્રેન્ડ હોવાની વાત કરી. આરોપીએ રૂમમાં લઈ જઈને ગોંધી રાખી. એ પછી પીડિતાના કપડાં ફાડી નાખ્યા. પીડિતા કરગરતી રહી ને આરોપીએ એના પર રેપ કર્યો. 

દાવો તો એવોય થાય છે કે એક આરોપીએ રેપ કર્યો ને બીજા બે આરોપીઓએ એમાં મદદ કરી, વીડિયો ઉતાર્યો. જોકે, કાયદાની જોગવાઈ પ્રમાણે મદદગારી કરનારા પર પણ રેપની ફરિયાદ થશે.

Related News

Icon