
શનિ અને બુધ ગ્રહ જુલાઈ મહિનામાં વક્રી ચાલ ચાલશે. શનિ ગ્રહ 13 જુલાઈએ મીન રાશિમાં વક્રી થઈ રહ્યા છે, તો બુધ 18 જુલાઈએ કર્ક રાશિમાં વક્રી ગતિ શરુ કરશે. બુધ અને શનિ વક્રી થવાથી કેટલાક લોકોના જીવનમાં પ્રતિકૂળ પરિવર્તન જોવા મળી શકે છે. આ રાશિઓને કરિયર ક્ષેત્રે ઉતાર ચઢાવ આવી શકે છે, આ ઉપરાંત પારિવારિક જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં કઈ કઈ રાશિઓનો સમાવેશ થાય છે તેમજ તેના માટે શું ઉપાય કરવાથી જુલાઈ મહિનામાં અસરકારક સાબિત થઈ શકે છે,આવો જાણીએ.
સિંહ રાશિ
શનિની વક્રી થવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ખાસ કરીને 40થી ઉપરની ઉંમરના લોકોએ આ દરમિયાન ખૂબ સાવધાન રહેવાની જરુર છે. દવાઓ લેવામાં બેદરકારી ન રાખશો. તેમજ કરિયર ક્ષેત્રે ખૂબ સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. પોતાનું કાર્ય યોગ્ય રીતે કરીને સમયમર્યાદામાં પૂરું કરવું. ઉપાય માટે તમારે રોજ ભગવાન વિષ્ણુની રોજ પૂજા કરવી જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ અને શનિની વક્રી ચાલ આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. યોગ્ય બજેટ બનાવીને તે પ્રમાણે ખર્ચ કરવા. પારિવારિક જીવનમાં તમારી વાતોને ખોટો અર્થ કાઢવામાં નીકાળવામાં આવી શકે છે. કાર્યક્ષેત્રે પર કોઈનો પણ જરુરથી વધારે વિશ્વાસ કરવો નહીં તેમજ તમારી પર્સનલ વાતો કોઈને શેર કરવી નહીં. ઉપાય માટે રોજ સવારે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો.
વૃશ્ચિક રાશિ
આ રાશિ ધારકોનો આત્મવિશ્વાસ ડગી શકે છે. જરુરી નિર્ણયો લેવામાં અનુભવી લોકોની સલાહ લેવી યોગ્ય રહેશે. વિવાહિત લોકોએ જીવનસાથી સાથે વિવાદ વધી શકે છે, જેથી સાવધાની રાખવી જરુરી છે. પ્રેમ સંબંધોને લઈને પણ તમારે સાવધાન રહેવાની જરુર છે. રોજગાર શોધતાં કરતાં લોકોએ ખૂબ જ મહેનત કરવી પડશે. ઉપાય માટે તમારે ગોળ અને લાલ કપડાંનું દાન કરવું જોઈએ.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શનિના કારણે તમારા જીવનમાં અચાનક મોટા ખર્ચા આવી શકે છે. આ દરમિયાન પરિવારમાં કોઈની તબિયત ખરાબ થઈ શકે છે જેના કારણે તમે માનસિક રુપે હેરાન જોવા મળી શકો છો. કેટલાક નોકરી કરતાં લોકોએ તેમના કાર્યક્ષેત્રેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ અને વિવાહિત જીવનવાળાએ સારા પરિણામ માટે દરેક વાત તમારા જીવનસાથીને શાંતિથી શેર કરવી જોઈએ. ઉપાય માટે તમારે શિવ પૂજા કરવાથી લાભ મળી શકે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.